પંચમહાલઃ કોરોના મહામારી વચ્ચે ખાનગી બસની અંદર અને બસના છાપરે બેસાડ્યા મુસાફરો
કોરોના મહામારી વચ્ચે પંચમહાલના હાલોલ વડોદરા હાઇવે પરના ચિંતાજનક દ્રશ્યો સામે આવ્યા છે. ખાનગી બસની અંદર અને બસના છાપરે ઘેટાં બકરાની જેમ મુસાફરોને લઇ જતી ખાનગી બસના દ્રશ્યો સામે આવ્યા હતા. આ મામલે પંચમહાલ પોલીસે સીસીટીવી કેમેરાના ફૂટેજ આધારે બંને લકઝરીના નંબર મેળવી કાર્યવાહી હાથ ધરવામાં આવશે એમ જણાવ્યું હતુ.