આ ટેસ્ટને કોરોના ટેસ્ટ માનતા લોકો થઇ જાય સાવધાન, જુઓ વીડિયો

Continues below advertisement
હાઇરિઝોલ્યુશન કમ્પ્યૂટર ટોમોગ્રાફી (HRCT) ને કોરોનાનો ટેસ્ટ માનતા લોકોએ ચેતવાની જરૂર છે. સિવિલના રેડિયોલોજી વિભાગના ડો. પંકજ અમીન જણાવે છે કે, એચઆરસીટીમાં વ્યક્તિની છાતીએ 1 હજાર એક્સ-રે જેટલું રેડિએશન ઝીલવું પડે છે માટે ડોક્ટરની સલાહ વગર આ ટેસ્ટ કરાવવો જોઈએ નહીં.કારણ કે HRCT સ્કેન વાસ્તવમાં કોરોનાનો ટેસ્ટ જ નથી. રેડિયો ડાયોગ્નોસીસમાં HRCT સ્કેનનો ઉપયોગ વાઈરસની અસર જોવા કરાય છે.આ ટેસ્ટ કરાવવો જોઈએ પરંતું આ ટેસ્ટ માટેનો ચોક્કસ તબક્કા હોય છે. કોરોનાની શરૂઆતમાં જ આ ટેસ્ટ કરાવવો સલાહભર્યો નથી. આ ટેસ્ટ 10-15 સેકન્ડમાં રિપોર્ટ આપે છે. કોરોના પ્રારંભિક તબક્કામાં હોય તો આ ટેસ્ટથી ડિટેક્ટ થતો નથી. જેથી 5-7 દિવસ પછી ફરી ટેસ્ટ કરવો પડે છે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram