પંચમહાલ: ગોધરા નગરપાલિકામાં ડુપ્લીકેટ FDR રજૂ કરનારા ચાર કોન્ટ્રાક્ટર સામે પોલીસ ફરિયાદ
Continues below advertisement
પંચમહાલ: ગોધરા નગરપાલિકામાં ડુપ્લીકેટ FDR રજૂ કરનારા ચાર કોન્ટ્રાક્ટર સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પાલિકા ઈજનેર દ્વારા એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ દાખલ નોંધાવામાં આવી છે. કોન્ટ્રાક્ટર મનહર જેઠાભાઇ પટેલ (લુણાવાડા), ,દિપક જશવંતભાઈ ગાંધી (ગોધરા), રીશભાઈ કોસિયા (સુરત) અને હિરેન પરખિયા (સુરત) સામે ફરિયાદ નોંધાઇ છે. નગરપાલિકા હદ વિસ્તાર માં રોડ રસ્તા સહીત 4.50.કરોડ ના કામો ને મંજૂરી મળતા કોન્ટ્રાકટરો દ્વારા 5 ટકા લેખે પાલિકાને કુલ 24 લાખ 78 હજાર 650 ના FDR આપ્યા હતા. પાલિકા દ્વારા બેંકમાં ખરાઈ કરતાં FDR ડુપ્લીકેટ હોવાનું સાબિત થયું હતું.
Continues below advertisement