Paresh Dhanani Vs Gopal Italia: 'આપ' ને 'બાપ' બંને એક જ માની પેદાશ...: ધાનાણીના ઈટાલીયા પર પ્રહાર

Continues below advertisement

એક તરફ કમોસમી વરસાદથી રાજ્યભરના ખેડૂતની ખેતી બરબાદ થઈ છે... ખેડૂત ચોધાર આંસુએ રડી રહ્યો છે ત્યારે તેના આંસુ લૂંછવાની જગ્યાએ આજ મુદ્દે ભરપૂર રાજનીતિ શરૂ થઈ છે. આ વખતે રાજનીતિ વિપક્ષ વર્સીસ શાસક નહીં પરંતું વિપક્ષના જ બે પક્ષો વચ્ચે થઈ રહી છે. ખેડૂતોને એક હેકટરે 50 હજારની સહાયની માગણીને લઈ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાના નિવેદન પર કોંગ્રેસના પરેશ ધાનાણીએ પ્રચંડ પ્રહાર કર્યા. એટલું જ નહીં મામૂલી સહાયની માગણી કરી ખેડૂતને નુકસાન કરવા આપના નેતાએ બારોબાર ગોઠવણ કર્યાનો પણ ધાનાણીએ આરોપ લગાવ્યો. જોકે ધાનાણીએ ઈટાલિયાના નામનો ઉલ્લેખ ન કર્યો પણ એ ચોક્કસ કહ્યું કે આપ અને બાપ એક જ છે. આવો સાંભળીએ શું કહ્યું પરેશ ધાનાણીએ.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola