Patan Fire News: સિદ્ધપુરમાં મકાનમાં આગ લાગતા મહિલા અને બાળકનું મોત| Abp Asmita
પાટણમાં સિદ્ધપુરમાં મકાનમાં આગ લાગતા બે વ્યક્તિઓના મોત થયા છે.. મકાનમાં આગ લાગતા એક મહિલા અને બાળકનું મોત થયું છે.. તિરુપતિનગરમાં મકાનના ઉપરના માળે શોર્ટ સર્કિટથી આગ લાગી ગઈ હતી.. પાટણની જ્યાં સિદ્ધપુરમાં મકાનમાં આગ લાગતા બે વ્યક્તિઓના મોત નીપજ્યા છે.
ગતરાત્રિએ પાટણમાં આગની ઘટના સર્જાઇ હત. જેમાં જિલ્લાના સિધ્ધપુરના તિરુપતિ નગરમાં મોડીરાત્રે રહેણાંક મકાનમાં અચાનક આગ લાગી હતી. રાત્રિના સમયે મકાનમાં પરિવાર સૂતો હતો ત્યારે અગમ્ય કારણોસર આગી લાગી હતી. મકાનમા લાગેલી આગમાં 2ના મોત અને 3 લોકો ઇજાગ્રસ્ત થયા હતા.મળતી માહિતી અનુસાર આગ લાગતા એક 4 વર્ષીય બાળક અને એક 65 વર્ષીય મહિલાનું મોત નિપજ્યું હતુ. અને 3 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. મકાનમાં પરિવાર સૂતો હતો ત્યારે અગમ્ય કારણોસર આગ લાગી હતી. ત્યારે આ ઘટનાને લઇ પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. જોકે પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન સામે આવ્યું છે.