Patan Ragging Case:પાટણ રેગિંગ કેસને લઈને મોટા સમાચાર, આરોપીઓ પોલીસ કસ્ટડીમાંથી...’
Continues below advertisement
ધારપુર મેડિકલ કોલેજમાં રેગિંગને લઈને વિદ્યાર્થીનું મોત થયું હતું. આ મામલે એક મોટા સમાચાર સામે આવ્યા છે. પોલીસ દ્વારા 15 સિનિયર વિદ્યાર્થીઓને આજે ફરી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાં કોર્ટ દ્વારા 7 વિદ્યાર્થીઓની જામીન અરજી ના મંજૂર કરવામાં આવી છે. 15 માંથી 7 વિદ્યાર્થીઓએ જામીન અરજી મૂકી હતી. જેમાં તેમની અરજીને કોર્ટ દ્વારા ના મંજૂર કરવામાં આવી છે.
15 વિદ્યાર્થીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મુકવામાં આવશે
15 સિનિયર વિદ્યાર્થીઓને પોલીસે આજે એડિશનલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં રજૂ કર્યા હતા. જેમાંથી 7ની જામીન અરજી ના મંજૂર થઈ ગઈ છે. જેથી હવે દરેકને જ્યુડિશિયલ કસ્ટડીમાં મુકવામાં આવ્યા છે. અગાઉ પોલીસે જ્યારે આ સિનિયર વિદ્યાર્થીઓને કોર્ટમાં રજૂ કર્યા હતા. ત્યારે તેમના 1 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. જોકે હવે આ 15 વિદ્યાર્થીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મુકવામાં આવ્યા છે.
Continues below advertisement