Sabarmati Moive: ફિલ્મ ‘સાબરમતી’ને ગુજરાતભરમાં કરી દેવાઈ કરમુક્ત, ગૃહરાજ્યમંત્રીની મોટી જાહેરાત
Continues below advertisement
Sabarmati Moive: ફિલ્મ ‘સાબરમતી’ને ગુજરાતભરમાં કરી દેવાઈ કરમુક્ત, ગૃહરાજ્યમંત્રીની મોટી જાહેરાત
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બુધવારે રાજ્યમાં ફિલ્મ 'ધ સાબરમતી રિપોર્ટ'ને ટેક્સ ફ્રી જાહેર કરી હતી. તેમણે ફિલ્મની પ્રશંસા કરતા તેને "ઉત્તમ પ્રયાસ" ગણાવ્યો અને કહ્યું કે આ ફિલ્મએ ઘટનાની સત્યતાને ઉજાગર કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં સિટી ગોલ્ડ સિનેમા ખાતે 'ધ સાબરમતી રિપોર્ટ' ફિલ્મ નિહાળી હતી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ ફિલ્મ જોઇ હતી. ફિલ્મ જોયા બાદ મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોએ ફિલ્મની પ્રશંસા કરી હતી અને ફિલ્મ નિર્માતા અને સ્ટારકાસ્ટને બિરદાવ્યા હતા. ફિલ્મ જોયા પછી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 'ધ સાબરમતી રિપોર્ટ'ને ગુજરાતમાં ટેક્સ ફ્રી જાહેર કરી છે.
Continues below advertisement