રાજ્યમાં સરકાર અને ડોક્ટર્સ વચ્ચે દર્દીઓ પીસાયા, ત્રીજા દિવસે દર્દીઓની ભીડ
રેસિડેન્ટ અને જૂનિયર ડોક્ટર્સની હડતાળના ત્રીજા દિવસે દર્દીઓ ભારે પરેશાનીનો સામનો કરી રહ્યા છે. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટમાં દર્દીઓ હેરાન થઈ રહ્યા છે. મધ્યગુજરાતની સૌથી મોટી હોસ્પિટલમાં દર્દીઓની ભીડ થઈ છે.