ધોરણ 9થી 12 સુધીના ટ્યુશન ક્લાસ શરૂ કરવાની રૂપાણી સરકારે આપી મંજૂરી, જાણો ક્યારથી શરૂ કરી શકાશે?
ગુજરાત સરકારની કેબિનેટ બેઠક મળી હતી જેમાં શિક્ષણ કાર્યને લઈને અનેક મહત્ત્વના નિર્ણય કરવામાં આવ્યા છે. જેમાં એક મહત્ત્વનો નિર્ણય ટ્યૂશન ક્લાસિસને લઈને કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારે રાજ્યમાં આગામી 1 ફેબ્રુઆરીથી ટ્યૂશન ક્લાસિસ શરૂ કરવાની મંજૂરી આપી દીધી છે.ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું કે, રાજ્યમાં 1લી ફેબ્રુઆરીથી ધોરણ 9થી 12ના ટ્યૂશન ક્લાસિસ શરૂ કરી શકાશે.