રાજકોટની ઘટનાને લઈ PM મોદી અને રાજ્યપાલ દેવવ્રતે શોક વ્યક્ત કર્યો
રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં ગઈકાલે મોડી રાતે ભીષણ આગ લાગતા પાંચ દર્દીઓના મૃત્યુ નિપજ્યા હતા. જ્યારે અન્ય દર્દીઓને સારવાર માટે બીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હોસ્પિટલના ICU વોર્ડમાં આગ લાગતા પાંચ દર્દીઓના મૃત્યુ થયા હતા. જ્યારે એકની હાલત અતિ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં 33 દર્દીઓની સારવાર ચાલી રહી હતી. આ ઘટનાને લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે શોક કર્યો હતો.