PM Modi Gujarat Visit | આજથી ત્રણ દિવસ PM મોદી ગુજરાતમાં... જુઓ આજનું શું છે ખાસ શિડ્યુઅલ?

વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Modi Gujarat Visit)આજથી ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે છે. ત્રીજીવાર વડાપ્રધાન બન્યા પછીનો આ તેમનો પહેલો ગુજરાત પ્રવાસ છે. બપોરે તેઓ ગુજરાત પહોંચશે. તેઓ મેટ્રોના બીજા ફેઝનું લોકાર્પણ સહિતના કાર્યક્રમમાં હાજરી આપશે. આ દરમિયાન તેઓ છ વખત કારમાં, એકવાર મેટ્રો ટ્રેનમાં અને ચાર વાર હેલિકોપ્ટરમાં મુસાફરી કરશે.

વડાપ્રધાન બપોરે અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 15મી સપ્ટેમ્બરથી 17મી સપ્ટેમ્બર સુધી ગુજરાતના પ્રવાસે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે સાડા ચાર વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચશે અને અહીંથી સીધા જ વડસર એરફોર્સ સ્ટેશને જવા રવાના થશે. અને ત્યાંથી સીધા જ રાત્રિ રોકાણ માટે ગાંધીનગર રાજભવન જશે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola