PM Modi Gujarat Visit : PM મોદીનો આજથી 2 દિવસીય ગુજરાત પ્રવાસ, જુઓ સંપૂર્ણ કાર્યક્રમ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે છે. સોમનાથના ઇતિહાસમાં પ્રથમ વખત કુંભ અભિષેક થશે. જેના સાક્ષી પ્રધાનમંત્રી મોદી બનશે.


PM મોદી આજે આવી રહ્યા છે 2 દિવસના ગુજરાત પ્રવાસે. સાંજે જામનગર પહોંચશે PM મોદી. તેમના અભિવાદન માટે જામનગર શહેરને રોશનીથી શણગારાયું છે. સરકારી ઈમારતો. વિવિધ માર્ગો અને સર્કલ્સ પરની રોશનીથી જામનગર શહેરમાં જાણે દિવાળી જેવો માહોલ છે.. સાંજે સાડા સાત વાગ્યે લાલ બંગલા સર્કલ ખાતે ભવ્ય જન અભિવાદન કાર્યક્રમ યોજાશે... આવતીકાલે સવારે PM મોદી જામનગરથી સોમનાથ જશે.. સોમનાથ મંદિર પુનઃનિર્માણના સ્વપ્નને સાકાર થયાના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે ‘સોમનાથ વિરાસત કે 75 સાલ’ની ભવ્ય ઉજવણી કરવામાં આવશે.. PM મોદીના આગમનને લઈ સોમનાથને પણ રંગબેરંગી રોશનીથી શણગારાયું છે. સોમનાથમાં રોડ શો બાદ મંદિરમાં મહાપૂજા કરશે... બાદમાં સાડા અગિયાર વાગ્યે સભા સંબોધશે.. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola