PM Modi Speech | લાલ કિલ્લા પરથી PM મોદીની સ્પેશિયલ સ્પીચ|Independence Day 2024 | 15 August

પીએમ મોદીએ કહ્યું કે ત્રણ કરોડ પરિવારોને નળથી પાણી મળી રહ્યું છે. જલ જીવન મિશન હેઠળ 12 કરોડ પરિવારોને નળથી પાણી મળી રહ્યું છે. 15 કરોડ પરિવારો આ યોજનાનો લાભ લઈ રહ્યા છે. ગરીબો, દલિતો, પીડિત, આદિવાસી ભાઈ-બહેનોને પાણી મળી રહ્યુ નહોતું.

વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે અમે દેશવાસીઓ માટે 1500 થી વધુ કાયદાઓ નાબૂદ કર્યા છે, જેથી લોકોને તેમાં ફસાવું ના પડે. અમે એવા કાયદા પણ નાબૂદ કર્યા છે જે નાની ભૂલો માટે લોકોને જેલમાં ધકેલી દેતા હતા. ફોજદારી કાયદો બદલવામાં આવ્યો છે. હું દરેક પક્ષના પ્રતિનિધિઓને અમારા Ease of Living મિશન તરફ પગલાં ભરવામાં મદદ કરવા આહ્વાન કરું છું.

 
 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola