વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે કચ્છમાં અલ્ટ્રા મેગા હાઇબ્રિડ પાર્કનો શિલાન્યાસ કરશે
Continues below advertisement
પીએમ મોદીના આજના કચ્છ પ્રવાસને લઈ તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામા આવ્યો. કચ્છના ધોરડોમાં આયોજીત કાર્યક્રમ દરમિયાન પીએમ મોદી ત્રણ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરશે. વડાપ્રધાન મોદીના હસ્તે વિશ્વના સૌથી મોટા 30 હજાર મેગાવોટના અલ્ટ્રા મેગા હાઈબ્રીડ પાર્કનું વર્ચ્યુઅલ ભૂમિપૂજન કરશે. સાથે કચ્છના ગુંદિયાળી સહિત સૌરાષ્ટ્રના દ્વારકા, ભાવનગર, અને ગીર સોમનાથ જિલ્લામાં બનનારા ડીસેલીનેશન પ્લાન્ટનું પણ વર્ચ્યુઅલ રીતે ભૂમિપૂજન કરશે.
Continues below advertisement