PM મોદીનો ગુજરાત પ્રવાસનો સંભવિત કાર્યક્રમ, જુઓ વીડિયો
Continues below advertisement
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ગુજરાત પ્રવાસ આવાના છે. ત્યારે પીએમ મોદીનો સંભવિત કાર્યક્રમ આ પ્રમાણે છે. 30 ઓક્ટોબર બપોરે 3 કલાકે પીએમ મોદીનું કેવડિયા હેલિપેડ પર આગમન છે. 30 ઓક્ટોબરે પ્રથમ જંગલ સફારી પાર્કનું ઉદ્ધઘાટન કરશે. ત્યાર બાદ ફેરી બોટ (ક્રૂઝ )નું ઉદ્ધઘાટન કરશે. ભારતભવન, એકતા મોલ, ચિલ્ડ્રન પાર્ક, ગ્લો ગાર્ડન, કેકટર્સ ગાર્ડન,એકતા નર્સરીનું પણ ઉદ્ઘાટન કરશે. કેવડિયા ખાતે જ રોકાણ કરશે. 31 ઓક્ટોબરનો કાર્યક્રમ આ પ્રમાણે રહેશે. સવારે 7 કલાકે આરોગ્ય વનનું ઉદ્ઘાટન કરશે. સવારે 7.30 કલાકે સ્ટેચ્યૂ ઓફ યુનિટી પર ચરણ પૂજા. સવારે 8 કલાકે રાષ્ટ્રીય એકતા પરેડ સલામી નિરીક્ષણ કરશે. સવારે 8.45 કલાકે રાષ્ટ્રીય જોગ સંબોધન કરશે. સવારે 9 કલાક પછી IAS વર્ચ્યુઅલ સંવાદ યોજશે. તળાવ નંબર 3 પર જશે, સી-પ્લેનનું ઉદ્ઘાટન કરી અમદાવાદ જવા રવાના થશે.
Continues below advertisement