દેશનું પ્રથમ સી-પ્લેન આજે કેવડિયા પહોંચશે, જુઓ વીડિયો
માલદીવથી ઉપડેલું દેશના પ્રથમ સી-પ્લેનનું આજે કેવડીયા પહોંચશે. 31મી ઓક્ટોબરે વડાપ્રધાન મોદી સી-પ્લેનમાં બેસી અમદાવાદ પહોંચશે. સી-પ્લેને ગોવાથી કેવડિયાની ઉડાન ભરી છે જે બપોર ત્રણ વાગ્યા આસપાસ કેવડિયા કોલોની પહોંચશે. કેવડિયામાં ઉતરાણ કર્યા બાદ એવિએશનની પ્રક્રિયામાં સમય લાગશે. 31મી ઓક્ટોબરના રોજ પીએમ મોદી કેવડિયાથી અમદાવાદ સાબરમતી ખાતે સી-પ્લેનમાં મુસાફરી કરવાના છે.