રાજ્યમાં આજથી ટેકાના ભાવે મગફળીની ખરીદીનો થશે પ્રારંભ, જુઓ વીડિયો
રાજ્યમાં આજથી ટેકાના ભાવે મગફળીની ખરીદીનો પ્રારંભ થયો હતો. 400થી વધુ કેંદ્રો પર ખરીદી કરવામાં આવશે. 7 લાખ 70 હજારથી વધુ ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. જોકે અમરેલીના ધારી અને જામનગરના હાપા ખાતે વિપરિત સ્થિતિ જોવા મળી છે. અહીં ટેકાના ભાવે ખરીદી કરવા પ્રશાસન તરફથી તમામ તૈયારી કરી લેવામાં આવી છતાં એક પણ ખેડૂત મગફળી વેચવા આવ્યા જ નહીં. રાજ્ય સરકારે મગફળીના ટેકાનો ભાવ પ્રતિ મણ 1055 જાહેર કર્યો છે.. પરંતું ખેડૂતોને ટેકાના ભાવ કરતા ઓપન યાર્ડમાં સારા ભાવ મળી રહ્યા છે. ખેડૂતોને શિયાળુ પાકના વાવેતર માટે રોકડ રકમની જરૂરિયાત છે ત્યારે ટેકાના ભાવે મગફળી વેચવા કરતા ખેડૂતો ઓપન યાર્ડમાં મગફળી વેચવાનું પસંદ કરી રહ્યા છે. રાજકોટ જિલ્લાના 22 કેંદ્રો પર ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવશે. એક સેંટર એક ક્લાસ-2 અધિકારી અને ચાર કર્મચારી હાજર રહેશે. ગીર સોમનાથ જિલ્લામાં 21 હજારથી વધુ ખેડૂતોએ ટેકાના ભાવે મગફળી વેચવા રજિસ્ટ્રેશન કરાવ્યું છે. આ તરફ બનાસકાંઠામાં 14 કેંદ્રો પર ટેકાના ભાવે મગફળીની ખરીદી થશે.