Ahmedabad News: અમદાવાદમાં હુક્કાબાર મુદ્દે FSL રિપોર્ટના આધારે નોંધાઈ પોલીસ ફરિયાદ
સરખેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં હુંક્કા બાર રેડ કેસમાં આખરે નોંધાયો ગુનો. FSL રિપોર્ટમાં હુકામાં નિકોટીન મળી આવતા 2 આરોપી વિરુદ્ધ નોંધાયો ગુનો. 28-05-25 ના રોજ બ્રુ રોસ્ટ કાફેમાં ચાલતા ગેરકાયદેસર હુકા બાર પર સરખેજ પોલીસે પડ્યો હતો દરોડા. હુક્કા બારમાંથી ફ્લેવર તમાકુ અને હુક્કા સહિત ₹35,809 નો મુદ્દા માલ કબજે કર્યો હતો
અમદાવાદમાં સરખેજ વિસ્તારમાં ઝડપાયેલા હુક્કા બાર અંગે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. 28 મેના બ્રુ રોસ્ટ કાફેમાં ચાલતા ગેરકાયદે હુક્કા પર સરખેજ પોલીસે દરોડો પાડ્યો હતો.હુકામાં નિકોટીન છે કે નહીં તેને લઈને સેમ્પલ FSL માટે મોકલી અપાયા છે. FSL રિપોર્ટમાં હુકામાં નિકોટીનની માત્રા મળી આવતા પોલીસે બે લોકો સામે ગુનો નોંધ્યો છે.કાફે માલિક દિવ્યરાજસિંહ ચાવડા અને અબ્દુલ હમીદ બારી સામે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.