Veraval Police : દિવાળીને લઈ વેરાવળમાં પોલીસે યોજી ફૂટમાર્ચ, જુઓ અહેવાલ
Veraval Police : દિવાળીને લઈ વેરાવળમાં પોલીસે યોજી ફૂટમાર્ચ, જુઓ અહેવાલ
રાજ્ય સહિત દેશભરમાં દિવાળીના તહેવારો શરૂ થઈ ગયા છે. બીજી તરફ ગુજરાત પોલીસ પણ તહેવારો ટાણે એલર્ટ જોવા મળી રહી છે. વેરાવળમાં પોલીસની ટીમે ફૂટમાર્ચ યોજી. દિવાળી પર્વને લઈ શહેરમાં શાંતિ અને સુરક્ષા જળવાઈ રહે તે માટે શહેરની મુખ્ય બજારમાંથી પોલીસની ફૂટમાર્ચ પસાર થઈ, જેમાં જિલ્લા પોલીસ વડા સહિત અધિકારીઓ અને કર્મચારી સહિત મહિલા પોલીસ કર્મચારીઓ પણ જોડાયા. આ પહેલા વેરાવળ પોલીસે વાહન ચેકિંગ પણ હાથ ધર્યું હતું. દિવાળીના તહેવારોમાં અત્યારે બજારો ચાલુ છે. વેરાવળમાં પોલીસની ટીમે ફૂટમાર્ચ યોજી છે. દિવાળી પર્વને લઈ શહેરમાં શાંતિ અને સુરક્ષા જળવાઈ રહે તે માટે શહેરની મુખ્ય બજારમાંથી પોલીસની ફૂટમાર્ચ પસાર થઈ.