મોરબીના હળવદમાં પોલીસ જવાને સર્વિસ રિવોલ્વરથી કરી આત્મહત્યા, જુઓ વીડિયો
મોરબીના હળવદમાં LRD જવાને આત્મહત્યા કરી હતી. હળવદના સાપકડા ગામે LRD જવાન અનિલ ડાભીએ સર્વિસ રિવોલ્વરથી આત્મહત્યા કરી હતી. અનીલ ડાભીને ચૂંટણી ફરજમાં મૂકવામાં આવ્યા હતા. અનીલ ડાભીનું આત્મહત્યા કરવા પાછળનું કારણ અકબંધ છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી.