
Gujarat Police: ગુજરાતમાં ગુંડાઓના અડ્ડાઓ પર પોલીસની સ્ટ્રાઈક
રાજ્યમાં ગેંગ્સ ઓફ ગુજરતનો ખાતમો શરૂ. પોલીસે ચાર મહાનગરો સહિત અલગ અલગ જિલ્લાના 7612 ગુનેગારોની કરમકુંડળી તૈયાર કરી કામગીરી શરૂ કરવામા આવી છે. મહાનગરો હોય કે નાના શહેરો ગુંડાઓના અડ્ડાઓ પર પોલીસની સ્ટ્રાઈક ચાલી રહી છે. તેમાં પણ અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુકત સહિતના શહેરોમાં ગુંડાઓ સામે બુલડોઝર એક્શને ગતિ પકડી છે. અમદાવાદના દરિયાપુરમાં પણ ગેરકાયદે દબાણો પર પડ્યો મહાનગરપાલિકાનો હથોડો. ગેરકાયદે પ્રવૃતિઓ માટે કુખ્યાત એવા મનપસંદ જીમખાના પર મહાનગરપાલિકાની ટીમે હથોડો ચલાવ્યો.. મનપસંદ જીમખાનાના માલિક ગોવિંદ પટેલે ગેરકાયદે માળ બનાવ્યો હોવાના સ્ટેટ મોનિટરિંગ સેલને પૂરાવા મળ્યા હતા. જે બાદ એસ્ટેટ વિભાગે મનપસંદ જીમખાનાનો ગેરકાયદે ત્રીજો માળ તોડી પાડ્યો.. મનપસંદ જીમખાનામાં ગેરકાયદે પ્રવૃતિઓને લઈને સ્ટેટ મોનિટરિંગ સેલ અને ક્રાઈમબ્રાન્ચ અગાઉ અનેક વખત રેડ કરી ચૂકી છે. તો આ તરફ સરખેજના ઉજાલા સર્કલ પાસે શંકરપુરામાં મોટી કાર્યવાહી.. વર્ષોથી પાંચ અસામાજિક તત્વોએ સરકારી જમીન પર કરેલા દબાણો પર પ્રશાસને બુલડોઝર ફેરવી દીધુ.. લક્ષ્મણસિંહ રાઠોડ, બાબુ છારા, જીતુ છારા, દિપક રાઠોડ અને નવનીત રાઠોડ નામના ગુંડાતત્વોએ ગેરકાયદે બાંધેલ ત્રણ મકાન અને બે દુકાન પર પ્રશાસને બુલડોઝર ફેરવી દીધુ.. જો કે કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો.. દબાણ હટાવવાની કામગીરી દરમિયાન આરોપીઓના મકાનમાંથી દારૂની બોટલ ભરેલ ત્રણ કોથળા મળી આવતા પોલીસ પણ ક્ષોભજનક સ્થિતિમાં મુકાઈ હતી. લક્ષ્મણસિંહ રાઠોડ વિરૂદ્ધ નવ, બાબુ છારા વિરૂદ્ધ 23, જીતુ છારા વિરૂદ્ધ સાત, દિપક રાઠોડ વિરૂદ્ધ 30 અને નવનીત રાઠોડ વિરૂદ્ધ ચાર જેટલા ગુના નોંધાયેલા છે..આ તરફ શાહીબાગ વિસ્તારમાં જયેશ રાણા અને દિલીપ રાઠોડ નામના અસામાજિક તત્વોએ બાંધેલા ગેરકાયદે બાંધકામને તોડી પડાયુ.. લિસ્ટેડ બુટલેગર કિશોર લંગડાના પુત્ર દિલીપ રાઠોડે રોડ પર બાંધેલ ગેરકાયદે બાંધકામને પોલીસ બંદોબસ્ત વચ્ચે તોડી પડાયા. તો આ તરફ જામનગરના નદીના પટ્ટના દબાણો પર ફર્યુ પ્રશાસનનું બુલડોઝર. મહાનગર પાલિકાના એસ્ટેટ વિભાગે આગે દબાણ હટાવવાની કામગીરી કરી. કાલાવડ નાકા બહાર નદીના પટ્ટમાં ઘાસના ગોડાઉન તરીકે ઉભા કરેલા કાચા-પાકા સહિતના ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ચલાવીને જમીનદોસ્ત કરાયા..આ તરફ મોરબીના હળવદમાં પણ રોટલો નામની હોટલ પર પ્રશાસને બુલડોઝર ફેરવી દીધુ. પંકજ અને ધમા ગોઠી નામના વ્યક્તિએ સરકારી જમીન પર ગેરકાયદે હોટલ ઉભી કરી હતી. બંન્ને વિરૂદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં દારૂ, હથિયાર અને મારામારી સહિતના ગુનાઓ નોંધાયેલા છે.. ત્યારે પાલિકા પ્રશાસને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ગેરકાયદે હોટલને તોડી પાડી ગુંડાતત્વોએ કબજે કરેલ સરકારી જમીનને છોડાવી.