
CM Bhupendra Patel: સરકારી વિભાગમાં નહીં રહે ખાલી જગ્યા! મુખ્યમંત્રીનું સૂચક નિવેદન
દરરોજ એક પરીક્ષા લેવાય એવું કરો આયોજન. જળસંપતિ વિભાગમાં વર્ક આસિસ્ટન્ટના ત્રીજા વર્ગના કર્મચારીઓને નિમણૂંક પત્ર આપતા સમયે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું સૂચક નિવેદન. મુખ્યમંત્રીએ કહ્યું ભરતી પ્રક્રિયામાં કંઈ બાકી ન રહે અને તમામ સરકારી વિભાગમાં ખાલી જગ્યાઓ ભરાય એવું આયોજન કરશે સરકાર.
સરકારી કચેરીઓમાં અરજદારોને ધક્કા ન ખવડાવવાની સરકારી અધિકારી અને કર્મચારીઓને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આપી સૂચના.. જળસંપતિ વિભાગમાં વર્ક આસિસ્ટન્ટને નિમણુંક પત્ર એનાયત કરવાના કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સૂચના આપતા કહ્યું કે સરકારી વિભાગમાં ધક્કા ખાવા પડે ત્યારે અરજદારોને ગુસ્સો આવે છે.. જો તમારે જ આવા ધક્કા ખાવા પડે તો કેવો ગુસ્સો આવે..
CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે સરકારના જળસંપત્તિ વિભાગમાં વર્ક આસિસ્ટન્ટ વર્ગ-૩ની પરીક્ષાઓમાં પસંદ થઈ સીધી ભરતીથી નિમણૂક પામેલા યુવાઓને નિમણૂક પત્રો વિતરણ કાર્યક્રમ દરમિયાન સરકારી વિભાગોમાં તમામ ખાલી પોસ્ટ ભરવાના મુખ્યમંત્રીએ આદેશ આપ્યા.. જે જે વિભાગમાં મહેકમ ખાલી છે ત્યાં નિયુક્તિની સૂચના આપીને કામની ઉણપને દુર કરવાની. સાથે જ રોજ સ્પર્ધાત્મક પરીક્ષાઓ લઈ તમામ વિભાગોમાં ભરતી કરવાના મુખ્યમંત્રીએ આદેશ આપ્યા..