Porbandar Rain | પોરબંદરમાં મેઘરાજાએ સર્જી ભારે તારાજી...ઘરોમાં ઘુસ્યા વરસાદી પાણી; દ્રશ્યો
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહવામાન વિભાગની આગાહી મુજબ આગામી પાંચ દિવસ હળવાથી સામાન્ય વરસાદ સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણમાં થઇ શકે છે. ખાસ કરીને 22 જૂન બાદ સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરશે તેવો અનુમાન છે. હવામાન વિભાગની આગાહી દરમિયાન આજે
સૌરાષ્ટ્રના ગીર સોમનાથમાં વરસાદની આગાહી છે. આજે પંચમહાલ,દાહોદ,વડોદરામાં પણ વરસાદ પડી શકે છે. આજે છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ,સંઘ પ્રદેશ દમણ, દાદરાનગર હવેલીમાં વરસાદનો અનુમાન છે.
હવામાન વિભાગની વરસાદની આગાહી દરમિયાન પોરબંદરમાં મૂશળધાર વરસાદ વરસ્યો છે. અહીં ભારે વરસાદના કારણે શહેર અને ગ્રામ્ય વિસ્તારો જળમગ્ન થયા છે. પોરબંદરમાં પહેલા વરસાદે જ પાલિકની પ્રિમોનસૂન પ્લાનની પોલ ખોલી દીધી છે.અહીં છાયા ચોકી રસ્તા પર ગોઠણસમા પાણી ભરાયા છે. નીચાણવાળા વિસ્તારો બોખીરા, કમલાબાગ, નરસંગ ટેકરીમાં વરસાદના કારણે રસ્તા જળમગ્ન બન્યા છે.