Porbandar: રાણાવાવના મહિરામાં સ્કૂલ મર્જરના વિરોધમાં ગ્રામજનોએ શાળાની કરી તાળાબંધી
Continues below advertisement
પોરબંદરના રાણાવાવ તાલુકાના મહિરા ગામની પ્રાથમિક શાળાને ગ્રામજનોએ તાળાબંધી કરી..ગામની પ્રાથમિક શાળામાં ધો. 6 અને 7માં વિદ્યાર્થીઓની સંખ્યા 20થી ઓછી હોવાથી બંને વર્ગો બંધ કરાયા. ધો. 6 અને 7ના વર્ગો બંધ થતા વિદ્યાર્થીઓને હવે અભ્યાસ અર્થે છ કિમી દૂર ભોળદર ગામે જવું પડે છે.ત્યારે વર્ગો મર્જરના વિરોધમાં ગ્રામજનોએ શાળાને તાળાબંધી કરી..ગામના સરપંચની આગેવાનીમાં મહિલાઓએ શાળાને તાળાબંધી કરી તાત્કાલિક બંધ કરાયેલા વર્ગો પુનઃ શરૂ કરવાની માગ કરી.
Continues below advertisement