Protest: રાજ્યભરમાં પ્રિ-નર્સરી સ્કૂલોએ આજે બંધ પાળી સરકારના નિર્ણયનો કર્યો વિરોધ

Continues below advertisement

અમદાવાદ સહિત રાજ્યભરમાં પ્રિ-નર્સરી સ્કૂલોએ આજે બંધ પાળી સરકારના નિર્ણયનો વિરોધ કર્યો. નવી શિક્ષણ નીતિ અંતર્ગત રાજ્યભરમાં પ્રિ-નર્સરી સ્કૂલોનું રજિસ્ટ્રેશન ફરજીયાત બનાવવા સહિતના પ્રશ્નો ઉભા થયા છે. તેમાં પ્રિ-નર્સરી સ્કૂલના સંચાલકોના મુખ્ય ત્રણ પ્રશ્ન છે. મકાનની બિલ્ડીંગ યુઝ પરમીશન હોય તો એજ્યુકેશન બીયુની ફરજિયાત માંગણી ન કરવામાં આવે, સ્ટ્રકચર સ્ટેબિલીટી યોગ્ય હોય તો ગેરવ્યાજબી રીતે પ્રિ- સ્કૂલસને દંડવામાં ન આવે અને પ્રિ- સ્કૂલ ચલાવવા 15 વર્ષના લીઝ એગ્રીમેન્ટ અને ટ્રસ્ટની ફરજિયાત નોંધણીની માગણી ન કરવામાં આવે. સરકાર ત્રણેય પ્રશ્ને પુનઃ વિચાર કરે તેવી માગ કરી. અમદાવાદમાં રિવરફ્રંટ ખાતે પ્રિ- નર્સરી સ્કૂલના સંચાલકોએ વિરોધ નોંધાવ્યો. આ તરફ રાજકોટમાં પણ પ્રિ- નર્સરી સંચાલકો એકઠા થયા અને સરકારના આ નિર્ણયનો વિરોધ કર્યો. આ તરફ વડોદરામાં પણ સ્કૂલ સંચાલકોએ એકઠા થઈ વિરોધ નોંધાવ્યો. સરકાર જો તાત્કાલિક નિર્ણય પરત ન ખેંચે તો આવનારા દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી. આ ઉપરાંત સરકારના આ નિર્ણયથી અનેક મહિલાઓ પણ બેરોજગાર થવાની ભીતિ વ્યકત કરવામાં આવી. આ તરફ સુરતમાં પણ આજે 1 હજારથી વધુ પ્રિ-નર્સરી સ્કૂલોએ બંધ પાળી સરકારની નવી ગાઈડલાઈનનો વિરોધ કર્યો. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram