PM Modi Somnath Visit : PM મોદીના સોમનાથ પ્રવાસને લઈ તડામાર તૈયારીઓ શરૂ
PM Modi Somnath Visit : PM મોદીના સોમનાથ પ્રવાસને લઈ તડામાર તૈયારીઓ શરૂ
Somnath Swabhiman Parv: પ્રધાનમંત્રી મોદીના સોમનાથ પ્રવાસને લઇને તૈયારી. સોમનાથમાં 8થી 10 જાન્યુ. વિવિધ સાંસ્કૃતિ કાર્યક્રમ. 11 જાન્યુઆરીએ શોર્ય યાત્રા બાદ PM મોદીની જનસભા. સોમનાથ મંદિરમાં ઋષિ કુમારો 72 કલાક કરશે જાપ. સોમનાથ મંદિરમાં 1 હજાર શંખનો નાદ કરાશે. સોમનાથ મંદિરમાં 3 હજાર ડ્રોનથી અદભુત શો યોજાશે. ચાર જિલ્લામાંથી ખાસ ટ્રેન મારફળે શ્રદ્ધાળુઓ આવશે સોમનાથ. આખું વર્ષ સ્વાભિમાન પર્વ તરીકે ઉજવાશે.
ભારતભરમાં આસ્થાના પ્રતીક સમાન અને પ્રથમ જ્યોતિર્લિંગ ગણાતા સોમનાથ મંદિરના આંગણે ભક્તિ, શૌર્ય અને સંસ્કૃતિનો અનોખો ત્રિવેણી સંગમ રચાવા જઈ રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી આગામી તારીખ 8 થી 11 જાન્યુઆરી દરમિયાન અહીં ભવ્ય ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ (Somnath Swabhiman Parv) નું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે આ ઉજવણી માત્ર ધાર્મિક ઉત્સવ નથી, પરંતુ ભારતીય સંસ્કૃતિના ગૌરવ અને અતૂટ શ્રદ્ધાનું પ્રતીક છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મુખ્યમંત્રી અને રાજ્યનું સમગ્ર વહીવટી તંત્ર તડામાર તૈયારીઓ કરી રહ્યું છે.
આ મહોત્સવ પાછળનો હેતુ અને સમયગાળો ખૂબ જ ઐતિહાસિક મહત્વ ધરાવે છે. ઈતિહાસના પાનાઓ તપાસીએ તો ઈ.સ. 1026 માં મહમૂદ ગઝનવીએ સોમનાથ મંદિર પર આક્રમણ કર્યું હતું, જેને આજે 1000 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. આ ઘટનાની સામે ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલે સોમનાથ મંદિરના જીર્ણોદ્ધારનો જે દ્રઢ સંકલ્પ લીધો હતો, તેના પણ 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. આ બંને ઘટનાઓના ‘ડબલ સંયોગ’ને ધ્યાનમાં રાખીને, સોમનાથના સંઘર્ષ અને પુનઃનિર્માણની ગાથાને યાદ કરવા માટે વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ આ ભવ્ય પર્વનું આયોજન કરવામાં આવ્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આ ભવ્ય ઉજવણીમાં સહભાગી થવા માટે તારીખ 10 જાન્યુઆરીના રોજ સાંજે 5:30 કલાકે સોમનાથ પધારશે. ત્યાર બાદના દિવસે એટલે કે 11 જાન્યુઆરીએ તેઓ ભગવાન સોમનાથના દર્શન અને પૂજા-અર્ચના કરશે તેમજ સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરશે. આ મુલાકાત દરમિયાન વડાપ્રધાન એક ભવ્ય રોડ-શો (Road Show) અને શૌર્ય યાત્રામાં જોડાશે. અંતમાં તેઓ એક વિશાળ જનસભાને સંબોધન કરીને દેશવાસીઓને સાંસ્કૃતિક એકતાનો સંદેશ આપશે.