Morbi bridge collapse Case: ઝૂલતા પુલ કેસમાં સરકારી વકીલે કરી પત્રકાર પરિષદ, જુઓ શું કર્યો મોટો દાવો

Continues below advertisement

મોરબી ઝૂલતો પુલ દુર્ઘટનામાં 135 નિર્દોષ નાગરિકોના મોત મામલે પોલીસે ઓરેવા ગ્રુપના એમડી સહિતના તમામ આરોપીને ઝડપી લઈને કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી દીધી છે જે કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે. આ દરમિયાન પીડિત પરિવારો દ્વારા બનાવેલ વિકટીમ એસો દ્વારા અલગ-અલગ અરજી કરવામાં આવી છે જે મામલે આજે જીલ્લા સરકારી વકીલે પત્રકાર પરિષદ યોજી કેસ અંગે જરૂરી માહિતી આપી હતી. તેમણે કહ્યું કે, અરજીઓ પેન્ડીંગ છે તેનું હિયરીંગ કરવા 74 મુદતો અત્યાર સુધી પડી છે જેમાં વિકટીમ એસોના વકીલ 2-3 વખત હાજર રહ્યા છે. અત્યાર સુધીમાં 47 જેટલી મુદત પડી જેમાં બે વખત  વિક્ટીમ એસો.નાં વકીલ હાજર રહ્યા છે જ્યારે બે વખત વીસીના માધ્યમથી હાજર રહ્યા હતા. 
 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram