Paris Olympics 2024: નીરજ ચોપડા પહોંચ્યા ફાઈનલમાં, વિનેશ ફોગાટે કર્યો કમાલ
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપેરિસ ઓલિમ્પિકમાં જેવલિન થ્રોમાં નીરજ ચોપડા પહોંચ્યા ફાઈનલમાં. તો રેસલિંગમાં વિનેશ ફોગાટે પ્રી-ક્વાર્ટરમાં કર્યો પ્રવેશ
પેરિસ ઓલિમ્પિકના 11મા દિવસે નીરજ ચોપડાએ જેવલિન થ્રોની ફાઈનલમાં ક્વોલિફાય કર્યું. નીરજ ચોપડાએ 89.34 મીટરનો પ્રથમ થ્રો કર્યો હતો. નીરજનો આ સીઝનનો સર્વશ્રેષ્ઠ થ્રો હતો. નીરજના હરીફ ગ્રેનાડાના એન્ડરસન પીટર્સે 88.63 મીટર અને પાકિસ્તાનના અરશદ નદીમે 86.59 મીટર થ્રો કરીને ફાઈનલમાં ક્વોલિફાય કર્યું હતું. તો આ તરફ ભારતીય મહિલા રેસલર વિનેશ ફોગાટ પણ 50 કિલોગ્રામની સેમિફાઈનલમાં પહોંચી ગઈ છે. તેણે ક્વાર્ટર ફાઈનલમાં યુક્રેનની ઓક્સાના લિવાચને હરાવ્યું. અગાઉ પ્રી-ક્વાર્ટર ફાઈનલમાં તેણે ઓલિમ્પિક અને વર્લ્ડ ચેમ્પિયન જાપાનની યુઇ સુસાકીને 3-2થી હરાવી હતી. સુસાકી ચાર વખતની વર્લ્ડ ચેમ્પિયન અને ટોકિયો ઓલિમ્પિક ગોલ્ડ મેડલિસ્ટ છે.