Purna river flood in Navsari: નવસારીના નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ, જુઓ VIDEO


નવસારીમાં પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા ફરી શહેર પાણીમાં ડૂબ્યું..નવસારીમાં મન મુકીને મેઘરાજા વરસ્યા. રાત્રે દસ વાગ્યાથી સવાર સુધીમાં 6 ઈંચથી વધુ વરસાદ નોધાયો. આ કારણે પૂર્ણા નદી ભયજનક સપાટીથી એક ફૂટ ઉપર વહી રહી છે. પૂર્ણા નદીના પાણી શહેરના નીચાણવાળા વિસ્તારોમાં ઘુસ્યા છે..ખાસ કરીને શાંતાદેવી રોડ પ્રભાવિત થયો. અહીં આવેલી ઇમારતોના પહેલા માળ સુધી પાણી ભરાયા. ભારે વરસાદના કારણે જિલ્લાની મોટાભાગની નદીઓ તોફાની બની છે. જેથી નીચાણવાળા વિસ્તારોમાં ઘોડાપૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. પૂર્ણા નદીની સપાટીમાં સતત વધારો થતા નીચાળવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા..રોજનો રોટલો રળીને ખાતા પરિવારોને નુકશાન વેઠવાનો વારો આવ્યો છે..શહેરના રિંગરોડ પર વાહન વ્યવહાર ખોરવાયો..બીજી તરફ રંગૂનવાલા નગરમાં કેડ સમા પાણી ભરાતા લોકોની મુશ્કેલી વધી..

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola