આજથી સમગ્ર રાજ્યના ક્વોરી ઉદ્યોગ બંધ
અરવલ્લી : આજથી સમગ્ર રાજ્યના ક્વોરી ઉદ્યોગ ચલાવતા ક્વોરી સંચાલકોએ પોતાની વર્ષો જૂની પડતર માંગણીઓ નહિ સ્વીકારવામાં આવતા સમગ્ર રાજ્યમાં ક્વોરી ઉધોગ હડતાળ ઉપર ઉતર્યો છે, ત્યારે અરવલ્લી જિલ્લામાં પણ આ હડતાલની અસર જોવા મળી છે. જિલ્લાના બાયડ અને ધનસુરા તાલુકામાં આવેલા 100 ક્વોરી અને 150 લીજ ધારકો પણ આ હડતાળમાં જોડાઈ ક્વોરી ઉદ્યોગ બંધ પાડ્યો છે જેને પગલે આ ઉદ્યોગ સાથે સંકળાયેલા 1000 જેટલા ટ્રકોના પૈડા થંભી ગયા છે જેથી 2000 જેટલા ટ્રકના ચાલકો અને કન્ડક્ટરો બેકાર બન્યા છે જ્યારે 4000 જેટલા શ્રમિકો પણ રોજી રોટી વગરના થયા છે.