Gujarat Rains: રાજ્યમાં આજે 71 તાલુકામાં વરસ્યો વરસાદ, ક્યાં ખાબક્યો સૌથી વધુ?
ગુજરાતમાં વરસાદની આગાહી વચ્ચે આજે ગુજરાતમાં 71 તાલુકામાં વરસાદ નોંધાયો છે. આઠ તાલુકામાં આજે 1થી 2.28 ઈંચ સુધીનો વરસાદ વરસ્યો છે. આજે દાહોદના સિંગવડમાં સૌથી વધુ 2.28 ઈંચ વરસાદ વરસ્યો. અમદાવાદના દેત્રોજમાં આજે 1.54 ઈંચ વરસાદ વરસ્યો. આજે દાહોદમાં 1.33, વલસાડમાં 1.22 ઈંચ વરસાદ વરસ્યો. આજે મોરવાહડફ, લીમખેડા, ઉમરપાડામાં એક-એક ઈંચ વરસાદ વરસ્યો. ગળતેશ્વર, ગરબાડામાં પોણો ઈંચ વરસાદ વરસ્યો.
ગુજરાતમાં ધીરે ધીરે હવે વરસાદનું પ્રમાણ વધી રહ્યું છે. આગામી 24 કલાકમાં પૂર્વ ગુજરાતના વિસ્તારો મધ્ય ગુજરાતના વિસ્તારો, દક્ષિણ ગુજરાતના વિસ્તારો, ઉત્તર ગુજરાતમાં વરસાદનું જોર વધશે. આ તમામ ઝોનમાં કેટલાક વિસ્તારોની અંદર ભારે તો કેટલાક વિસ્તારોમાં મધ્યમ વરસાદ વરસશે.ગુજરાત રિજનના એકાદ બે વિસ્તારમાં અતિ ભારે વરસાદ પણ થઇ શકે છે. ખાસ કરીને પંચમહાલ, ગોધરા, આણંદ, વડોદરા, ભરૂચ, છોટાઉદેપુર, નર્મદા, તાપી,ડાંગ, સુરત, વલસાડ, નવસારી, ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, મહિસાગરના વિસ્તારમાં ભારે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રની વાત કરીઓ તો સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, બોટાદ,ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, માં પણ આજે ભારે વરસાદનું અનુમાન છે. બાકીના સૌરાષ્ટ્રના વિસ્તારમાં હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં 8 સપ્ટેમ્બર સુધી વરસાદનું અનુમાન છે. જેમાં કેટલાક વિસ્તારમાં ભારે તો કેટલાક વિસ્તારમાં અતિ ભારે અને કેટલાક વિસ્તારમાં મધ્યમ વરસાદનું અનુમાન છે.