Gujarat Rain Forecast: ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, કાલે આ જિલ્લામાં મેઘરાજા બોલાવશે ભુક્કા!
Continues below advertisement
કચ્છમાં લો પ્રેશર અને બે મોનસૂન ટ્રફના કારણે રાજ્યમાં સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે કરી છે આગાહી.. આગામી ત્રણ દિવસ કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.. તો આજે કચ્છ સહિત સૌરાષ્ટ્રના પાંચ જિલ્લા અને સંઘ પ્રદેશ દીવમાં ભારે વરસાદની આગાહીને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું.. ભારે વરસાદની આગાહીને લઈને આગામી બે દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.. આ તરફ અમદાવાદમાં આજે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે શક્યતા વ્યક્ત કરી છે.. આવતીકાલે એટલે કે 2 ઓક્ટોબરે કચ્છ સહિત સૌરાષ્ટ્રના મોરબી, દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર અને જૂનાગઢમાં ભારે વરસાદની આગાહીને પગલે યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
Continues below advertisement
JOIN US ON
Continues below advertisement