રાજ્યના અનેક જિલ્લાઓમાં આગામી બે દિવસ વરસાદની આગાહી, જુઓ વીડિયો

 
ગુજરાતમાં આગામી બે દિવસ સુધી વરસાદની આગાહી હવામાન વિભાગે કરી હતી. પૂર્વ મધ્ય અને ઉત્તર-પૂર્વ અરેબિયન સમુદ્રમાં સર્જાયેલા ડિપ્રેશનના કારણે રાજ્યના અનેક વિસ્તારમાં મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે. ભાવનગર-અમરેલી-ગીર સોમનાથ- જૂનાગઢ-પોરબંદરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તે સિવાય ખેડા, વડોદરા,નવસારીમાં પણ વરસાદ વરસી શકે છે. વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઇ શકે છે.
આ વરસાદથી ખેડૂતોના મગફળી, કપાસ, ડાંગર, તલ, મકાઈ, કઠોળ સહિતના પાકને મોટું નુકસાન થવાની આશંકા છે.
 
 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola