દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં બે દિવસ માટે ભારે વરસાદની આગાહી, જુઓ વીડિયો
રાજ્યમાં આગામી પાંચ દિવસ છૂટાછવાયા વરસાદની (rain forecast) હવામાન વિભાગે આગાહી કરી હતી. 15 16 અને 17 ઓક્ટોબરના રોજ દક્ષિણ ગુજરાત, ગીર સોમનાથ અને પોરબંદરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. અમદાવાદમાં પણ ૧૭ ઓક્ટોબરના રોજ છૂટાછવાયા વરસાદની આગાહી કરાઇ હતી. તે સિવાય ભારે વરસાદના પગલે ૧૫થી ૧૭ ઓક્ટોબર સુધી માછીમારોને દરિયો નહીં ખેડવાની પણ સૂચના આપવામાં આવી છે. અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશરના કારણે રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ વરસી શકે છે.