
Rain In Dang :લ્યો બોલો ભરશિયાળે ડાંગમાં તૂટી પડ્યો ધોધમાર વરસાદ, ખેડૂતોના જીવ ચોંટ્યા તાળવે
રાજ્યમાં છેલ્લા બે-ત્રણ દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે. ઉત્તર ગુજરાતથી લઇને મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં અચાનક વાતાવરણ માવઠાની આશંકા સેવાઇ હતી, જોકે, હવે દક્ષિણ ગુજરાતમાં ડાંગ જિલ્લામાં આજે વહેલી સવારથી માવઠુ થતાં ખેડૂતો ચિંતાતૂર બન્યા છે. કહેવાઇ રહ્યું છે કે, શિયાળુ પાકને આ કમોસમી વરસાદ નુકસાન પહોચાડી શકે છે.
રાજ્યમાં વાતાવરણમાં જોરદાર પલટો આવ્યો છે. બે-ત્રણ દિવસથી માવઠાની સ્થિતિ સર્જાઇ હતી. તાજા રિપોર્ટ પ્રમાણે, આજે વહેલી સવારથી જ ડાંગ જિલ્લામાં માવઠુ થયુ છે, અને કેટલાક વિસ્તારોમાં વરસાદી પાણીના કારણે શિયાળુ પાકને નુકસાન થવાની ભીતિ સેવાઇ છે. ડાંગના ચીંચલી અને સાપુતારા સહિતના વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવતા ખેડૂતોમાં ચિંતા પેઠી છે. આ કમોસમી વાતાવરણને કારણે ખેડૂતોનાં શિયાળુ ઉભા પાક સહિત ફળફળાદી તથા શાકભાજી જેવા પાકોને મોટા નુકસાનની ભીતિ છે. જો વરસાદી ઝાંપટુ વધશે તો ઉભા પાકમાં જીવાત પડવાની પણ પુરેપુરી શક્યતાઓ દેખાઇ રહી છે.