Kutch Rain: હવામાન વિભાગની આગાહી વચ્ચે કચ્છ જિલ્લામાં વરસાદ

Kutch Rain: હવામાન વિભાગની આગાહી વચ્ચે કચ્છ જિલ્લામાં વરસાદ  


Kutch Rain: હવામાન વિભાગ ની આગાહી વચ્ચે કચ્છ જિલ્લા માં વરસાદ, હવામાન વિભાગ ની આગાહી વચ્ચે કચ્છ જિલ્લા ના વાતાવરણ માં પલટો આવ્યો છે. બપોર ના સમયે કચ્છ ના મુંદ્રા માં  ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. પ્રાગપર વિસ્તાર માં સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું.  બપોર ના સમયે  વરસાદ વરસ્યો છે.  સારા વરસાદ થી રોડ પર પાણી વહી રહ્યા છે. જિલ્લા ના અન્ય વિસ્તારો માં પણ મેઘાવી માહોલ જોવા મળ્યો છે. કચ્છ જિલ્લા માં વરસાદ વરસતા લોકો ખુશખુશાલ થયા છે. 

હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી પાંચ દિવસ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. પાંચ દિવસ દરમિયાન  ભારે વરસાદ થવાની શક્યતા નથી.સૌરાષ્ટ્ર અને  કચ્છમાં  ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. આ ઉપરાંતના સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓમાં પણ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola