Junagadh Rains: જૂનાગઢના મેંદરડામાં મેઘતાંડવથી તબાહી, ઊભો પાક થયો જમીનદોસ્ત
જુનાગઢના મેંદરડા પંથકમાં ભારે વરસાદે કહેર વરસાવ્યો. ખેતરો ધોવાઈ જતા ખેડૂતોની મહેનત પાણીમાં વહેતી થઈ. લીલાછમ પાકનું ધોવાણ થતાં ખેડૂતો આર્થિક સંકટમાં. કુદરતી આફતમાં ખેડૂતો નિર્બળ, પરંતુ આશા હજુ જીવંત. ધરતીને ફરી લીલી કરવા ખેડૂતોને સહાયની તાત્કાલિક જરૂરિયાત
જુનાગઢ જિલ્લાના મેંદરડા પંથકમાં મુશળધાર વરસાદના કારણે ખેડૂતોનો ઉભો પાક તહેશનહેશ થઈ ગયો. ધોધમાર વરસાદ બાદ બેટમાં ફેરવાયા ખેતરોમાંથી પાણી ઓસર્યા બાદ ખેતરો બરબાદ થઈ ગયા. કેટલાક ગ્રામ્ય પંથકના ખેતરો ધોવાઈ ગયા છે.. તો કેટલાક ખેતરોમાં ઉભો પાક જ જમીનદોસ્ત થઈ ગયો છે. કેટલાક ખેતરોમાં તો હજુ પણ વરસાદી પાણી ભરાયેલુ જોવા મળી રહ્યું છે. મગફળી, કપાસ, સોયાબીન અને તલ સહિતના પાકનો સોથ નીકળી ગયો છે. ત્યારે પાક સંપૂર્ણપણે નિષ્ફળ થતા ખેડૂતોને પણ રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. હાલ તો ખેડૂતો તાત્કાલિક સર્વે કરીને સહાય ચૂકવવાની સરકાર સમક્ષ માગ કરી રહ્યા છે..