Retired Brigadier Nirav Raizada: ગુજરાતને ગૌરવ અપાવનાર નિવૃત્ત બ્રિગેડિયર રાયજાદાનું કેશોદમાં ભવ્ય સ્વાગત
મા ભોમની જીવનભર રક્ષા કરી ગુજરાતને ગૌરવ અપાવનાર સેનાના એક ઉચ્ચ અધિકારીની સેના નિવૃતિ પર આખા ગુજરાતને ગૌરવ છે. જૂનાગઢના સોંદરડાના વતની એવા નિરવસિંહજી રાયજાદા ભારતીય સેનામાં બ્રિગેડિયર તરીકે સેવા આપી નિવૃત થયા છે. વર્ષો સુધી દેશની સેનામાં મહત્વની જવાબદારીઓ નિભાવી રાષ્ટ્ર સેવાનું એક અધ્યાય પૂર્ણ કરી નિવૃત થનારા રાયજાદાજીનું સમગ્ર વિસ્તારે ભવ્ય સ્વાગત કર્યુ છે.
કેશોદના પાન દેવ લેઉવા પાટીદાર સમાજથી સોંદરડા સુધીની રેલીમાં અનેક ઠેકાણે નિરવસિંહજીનું અભિવાદન કરવામાં આવ્યું હતું. ભારત માતા કી જયના નારાથી આખો વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો. આ જમીનમાં રમીને ઉછરી સેનામાં સામેલ થઈ દુશ્મનોના દાંત ખાંટા કરનાર નિરવસિંહજી રાયજાદાની સેવા પર સમગ્ર ગુજરાતે ગર્વની લાગણી વ્યક્ત કરી છે.