RSS Chief Mohan Bhagwat : જબરજસ્તી, લાલચ આપીને કરાયેલું ધર્માંતરણ એક પ્રકારનો અત્યાચાર

RSS Chief Mohan Bhagwat : જબરજસ્તી, લાલચ આપીને કરાયેલું ધર્માંતરણ એક પ્રકારનો અત્યાચાર

સંઘ પ્રમુખ મોહન ભાગવત વલસાડ જિલ્લાની મુલાકાતે. મોહન ભાગવતે ધર્માંતરણ મુદ્દે આપી પ્રતિક્રિયા. તેમણે લોકોને સંબોધતા કહ્યું હતું કે, બધા ધર્મ એક જ છે તો ધર્માંતરણ કરવાની શું જરૂર. બરૂમાળ ધામના રજતોત્સવ કાર્યક્રમ દરમિયાન કર્યું નિવેદન. એક સમૂહની શક્તિ વધારી સત્તા મેળાવવા થતું ધર્માંતરણ. મારી શ્રદ્ધા મારા ભગવાન પ્રતિ છે તમે માનો છો તમારા ભગવાન તો તેમના પ્રતિ છે. પરંતુ આ બંને અલગ અલગ નથી એક જ છે. ધર્માંતરણની આવશ્યકતા નથી. ઉદાહરણ આપતા કહ્યું ઈશાઈ અને મુસલમાન શું કામ બનવાનું હિન્દુ છે તો હિન્દુ રહેવું જોઈએ. પોતાનો પ્રભાવ વધારવો પોતાની સત્તા વધારવા , પોતાનો વિસ્તાર કરવો એટલે મતાંતરણની ભાવના આવી.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સર સંચાલક મોહન ભાગવત વલસાડ જિલ્લામાં.  ધરમપુરમાં બરૂમાળ ધામના રજતોત્સવની ઉજવણીમાં  આપી હાજરી. મોહન ભાગવતે ભાવભાવેશ્વર મહાદેવની કરી પૂજા અર્ચના. હોમ હવન અને અન્ય ધાર્મિક કાર્યક્રમ નો પણ લીધો લાભ.  ઉપસ્થિત ભક્તોને પણ સંબોધ્યા.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola