Sabarknatha Mass Suicide Case : સાબરકાંઠામાં એક જ પરિવારના 5 લોકોએ ગટગટાવ્યું ઝેર, દંપતીનું મોત
Sabarknatha Mass Suicide Case : સાબરકાંઠામાં એક જ પરિવારના 5 લોકોએ ગટગટાવ્યું ઝેર, દંપતીનું મોત
સાબરકાંઠાના વડાલીમાં આખા પરિવારે સામુહિક આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર મચી ગઇ છે. દંપતીએ ત્રણ બાળકો સાથે ઝેર ગટગટાવીને જીવન ટૂંકાવાનો પ્રયાસ કર્યો હતો. પાંચેય પરિવારના સભ્યોની હાલત ખરાબ થઇ જતાં પાંચેયને તાબડતોબ હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યાં હતા. સારવાર દરમિયાન પતિ પત્નીનું મોત થઇ ગયું છે. જ્યારે ત્રણેય બાળકો સારવાર હેઠળ છે. વડાલીના સગરવાસમાં રહેતા પરિવારે આવું ઘાતક પગલુ કેમ ભર્યું તે મામલે પોલીસ તપાસ કરી રહી છે. ઘટનાસ્થળેથી કોઇ સુસાઇડ નોટ નથી મળી જેથી આપઘાતનું કારણ સ્પષ્ટ થયું નથી. પોલીસ તપાસ બાદ આત્મહત્યાનું કારણ સામે આવી શકે છે. દંપતીના મોતને પગલે પરિવારમાં માતમ છવાયો હતો.