Indresh Kumar: ચૂંટણી પરિણામ પર RSS નેતા ઈંદ્રેશકુમારના ભાજપ પર શાબ્દિક પ્રહાર
Continues below advertisement
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના નેતાએ લોકસભા ચૂંટણીના પરિણામો પર આડકતરી રીતે ભાજપ પર નિશાન સાધ્યું..ઈન્દ્રેશ કુમારે લોકસભા ચૂંટણીના પરિણામો પર ભાજપને અહંકારી અને I.N.D.I.A ગઠબંધનને રામ વિરોધી ગણાવ્યા. ઈન્દ્રેશ કુમાર ગુરુવારે જયપુર નજીક કનોટામાં 'રામરથ અયોધ્યા યાત્રા દર્શન સમારોહમાં પહોંચ્યા હતા. આ સમયે ઈન્દ્રેશ કુમાર સંબોધન બોલ્યા કે. ભગવાન રામ દરેક સાથે ન્યાય કરે છે. 2024ની લોકસભા ચૂંટણીને જોઈ લો.જે પાર્ટીએ ભગવાન રામની પૂજા કરી, તે અહંકારી બની ગઈ. અને તેને 241 પર જ અટકાવી દેવામાં આવી. જો કે તેને સૌથી મોટી પાર્ટી બનાવવામાં આવી. એટલું જ નહીં I.N.D.I.A ગઠબંધનનો ઉલ્લેખ કરતા સ્પષ્ટ નિવેદન આપ્યું કે. જેમને રામમાં આસ્થા ન હતી. તેઓને 234 પર રોકી દેવામાં આવ્યા. રામનો વિરોધ કરનારામાંથી કોઈને સત્તા આપવામાં આવી નથી... ઈશ્વરનો ન્યાય સાચો છે.
Continues below advertisement