Valsad બોર્ડર પર તમામ વાહનોનું થઇ રહ્યું છે ચેકિંગ, નેગેટીવ રિપોર્ટ વગર કોઇને પ્રવેશ નહીં
મહારાષ્ટ્રથી ગુજરાતમાં પ્રવેશ માટે RTPCR નો નેગેટિવ રિપોર્ટ સાથે રાખવો ફરજિયાત કરવામાં આવ્યો છે. ત્યારે વલસાડમાં બોર્ડર પર વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. ઘણા લોકો ચેકપોસ્ટ પર આ રીપોર્ટ વગર એ આશા એ આવી ગયા હતા કે સ્થળ પર રેપીડ ટેસ્ટ કરી લેવામાં આવે તો પ્રવેશ મળી જશે પણ અહીં એવી કોઈ વ્યવસ્થા ન હોઈ તમામને પરત મહારાષ્ટ્રની બોર્ડર માં જવા માટે જણાવવામાં આવી રહ્યું છે. લોકોએ આ મામલે આરોગ્ય વિભાગ સાથે રકઝક કરી હતી.