રાજ્યમાં કેટલા શિક્ષકો ફાજલ પડ્યા? રૂપાણી સરકારે વિધાનસભામાં લેખિતમાં શું આપ્યો જવાબ?
રાજ્યમાં 286 પ્રાથમિક શાળા બંધ કરી હોવાનો રૂપાણી સરકારે વિધાનસભામાં લેખિતમાં જવાબ આપ્યો હતો. સંખ્યા ઓછી હોવાના કારણે શાળાઓ બંધ કરવામાં આવી છે. શાળાઓ બંધ થવાથી 559 શિક્ષકો ફાજલ પડ્યા હતા. કોગ્રેસના ધારાસભ્ય અનિલ જોશીયારાના સવાલમાં સરકારે લેખિતમાં જવાબ આપ્યો હતો.