Sabar Dairy protest turns violent: સાબરડેરીનું 'દંગલ'

સાબરડેરીમાં સાબારકાંઠા અને અરવલ્લીના પશુપાલકોએ કર્યું ઉગ્ર વિરોધ પ્રદર્શન. કારણ રહ્યું ડેરી તરફથી મોડો અને દર વર્ષ કરતા ઓછો ભાવફેર ચૂકવવો. દર વર્ષે ડેરી તરફથી જૂનના અંતમાં ભાવફેરની ચૂકવણી થઈ જાય છે. પરંતુ આ વર્ષે પશુપાલકોએ આવેદન આપી રજૂઆત કરી ત્યારબાદ 11 જૂલાઈએ ભાવફેરની ચૂકવણી થઈ. પશુપાલકોનો દાવો છે કે દરવર્ષે 15-16 ટકા ભાવફેર ચૂકવતી ડેરીએ ગત વર્ષે 9 ટકા અને ચાલુ વર્ષે તો માત્ર 6 ટકા જ ભાવફેર ચૂકવ્યો છે. જેને લઈને પશુપાલકોએ ઉગ્ર વિરોધ દર્શાવ્યો. સાબરડેરીમાં પ્રવેશવાની કોશિશ કરતા તેમને ગેટ પર જ રોકવામાં આવ્યા. એટલું જ નહીં, પોલીસે પશુપાલકો ના ટોળાને વિખેરવા માટે લાઠીચાર્જ પણ કર્યો અને ટિયરગેસના સેલ પણ છોડ્યા.  જેના લીધે સાબરડેરીમાં મચી ગયું દંગલ. પશુપાલકોના સમર્થનમાં આવ્યા છે બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા. જો કે હાલ આખો વિસ્તાર પોલીસ છાવણીમાં તબદીલ થઈ ગયો છે. સ્થિતિ પર સંપુર્ણ કાબુ છે.. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola