Sabarakantha Protest:સાબરકાંઠામાં પશુપાલકોમાં ફાટી નીકળ્યો રોષ, રસ્તા પર વહી દૂધની નદી
Sabarakantha Protest:સાબરકાંઠામાં પશુપાલકોમાં ફાટી નીકળ્યો રોષ, રસ્તા પર વહી દૂધની નદી
ભાવફેર મુદ્દે સાબરડેરી વિરુદ્ધ પશુપાલકોમાં આક્રોશ યથાવત છે. તલોદના પુંસરી ગામ પાસે પશુપાલકો આક્રમક રીતે વિરોધ કરી રહ્યા છે. સાબરડેરીમાં ટેંકરમાંથી દૂધ ઢોળી પશુપાલકોએ વિરોધ કર્યો. પશુપાલકોના વિરોધથી રસ્તા પર દૂધનો વ્યય જોવા મળ્યો છે.. સાબરકાંઠા અને અરવલ્લીમાં ભાવફેર મુદ્દે સાબર ડેરી વિરુદ્ધ પશુપાલકોમાં આક્રોશ યથાવત છે. આજે પણ જિલ્લામાં અનેક દૂધ મંડળીઓ બંધ રહી હતી. બે દિવસથી મંડળી બંધ રહેતા દૂધની આવકમાં ઘટાડો થયો હતો. ગઈકાલે સાબરડેરીમાં માત્ર 11 લાખ લીટર દૂધની આવક થઈ હતી. દૈનિક 26 લાખ લીટર સામે માત્ર 11 લાખ લીટર દૂધની આવક થઇ હતી..
સાબરકાંઠામાં પશુપાલકો દૂધના ભાવ વધારા મુદ્દે આંદોલન કરી રહ્યા છે અને રસ્તા પર દૂધ ઢોળી પોતાનો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે. ત્યારે અમદાવાદના સ્થાનિકોએ આ મુદ્દે પશુપાલકોને વિનંતી કરી છે કે તમે માંગણી કરો પણ રસ્તા પર દૂધ ઢોળો નહીં. કોઈ જરૂરિયાતમંદ કે અનાથ આશ્રમ અથવા ગરીબ પરિવારને દૂધ આપવું જોઈએ. આવી રીતે દૂધ ઢોળી વિરોધ કરવાથી સમસ્યાનો ઉકેલ નહીં આવે.