Sabarkantha Accident | ટ્રેલર પાછળ ધડાકાભેર ઘુસી ઈનોવા કાર, 7ના મોત; ગાડીનો કચ્ચરઘાણ

 

Car Trailer Accident: શામળાજીથી અમદાવાદ જઈ રહેલી એક કાર ટ્રેલર પાછળ ઘૂસી જતાં ઘટના સ્થળે જ 7 વ્યક્તિઓના મૃત્યુ થયા છે, જ્યારે એક વ્યક્તિની હાલત ગંભીર છે.પ્રાપ્ત માહિતી અનુસાર: અકસ્માતમાં કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો.તમામ મૃતકો અમદાવાદના હોવાનું જાણવા મળ્યું છે. ફાયર બ્રિગેડ, 108 એમ્બ્યુલન્સ અને પોલીસ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર બ્રિગેડની ટીમે ઇનોવા કારને કાપીને મૃતદેહોને બહાર કાઢ્યા હતા.પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે. અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા માટે આગળની તપાસ ચાલુ છે.

 
 
 
 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola