Gujarat Rain Forecast | આ જિલ્લાઓમાં ચાર દિવસ અતિભારે વરસાદની ભયંકર આગાહી | Abp Asmita
રાજ્યમાં હવે ચોમાસાની વિદાયની ઘડીઓ ગણાઈ રહી છે. ત્યારે ફરી આગામી ચાર દિવસ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે.. હવે વરસાદનો છેલ્લા રાઉન્ડ દક્ષિણ ગુજરાતમાં ધમાકેદાર રહે તેવી શક્યતા છે. હવામાન વિભાગ દ્વારા આગામી ચાર દિવસ સુરત, નવસારી, ડાંગ, સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણમાં છુટાછવયા સ્થળે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે નર્મદા, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં પણ વરસાદની શક્યતા છે.રાજ્યમાં આજદિન સુધીમાં સિઝનનો સરેરાશ 126 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.
આજે સવારે 6 વાગ્યે પૂરા થતા છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 21 જિલ્લાના 95 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી પંચમહાલના જાંબુઘોડામાં અઢી ઈંચ વરસાદ વરસ્યો હતો. રાજ્યમાં સિઝનનો સરેરાશ 126 ટકાથી વધુ વરસાદ ખાબક્યો છે..રાજ્યમાં ઝોન વાઈઝ વરસેલા વરસાદની વાત કરીએ તો સૌથી વધુ કચ્છ ઝોનમાં 183 ટકા, ઉત્તર ગુજરાત ઝોનમાં 108 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાત ઝોનમાં 124 ટકા, સૌરાષ્ટ્ર ઝોનમાં 130 ટકા અને દક્ષિણ ગુજરાત ઝોનમાં 132 ટકા વરસાદ વરસ્યો છે.