Sabarkantha| હિંમતનગરમાં ભયાનક અકસ્માત, બે બાઇક સામસામે ટકરાતા બેના મોત, એક ગંભીર

સાબરકાંઠા જિલ્લામાં એક ભયાનક અકસ્માતની ઘટના ઘટી છે, ગઇકાલે મોડીરાત્રે હિંમતનગર નજીક આવેલા હાઇવે પર બે બાઇક સામસામે ટકરાતા બે લોકોના મોત થઇ ગયા હતા, જ્યારે એકની ગંભીર રીતે ઇજા પહોંચતા હૉસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. હાલમાં ગાંભોઇ પોલીસ સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે.

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર પાસે આવેલા હાઇવે પર ગઇકાલે રાત્ર એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. હિંમતનગરના ગાંભોઇ-ભિલોડા સ્ટેટ હાઇવે પર મોડી રાત્રે બે બાઇક આમને સામને ટકરાયા હતાં જેમાં બે યુવાનો મોતને ભેટ્યા હતા, જ્યારે એકની હાલત ગંભીર થઇ ગઇ હતી. બાઇક પર જઇ રહેલા યુવાનનું હેલ્મેટ પહેરેલું હોવા છતાં ઇજા પહોંચતા અકસ્માતમાં મોત નીપજ્યુ હતુ. અકસ્માતમાં મૃત્યુ પામનારા યુવકોમાં એક કૌશિક પંચાલ હતો જે હિંમતનગરના બામણાનો રહેવાસી હતો, જ્યારે અન્ય યુવક મહેસ નીનામા હતો જે વિજયનગરના ચિત્રોડાનો વતની હતો. ઘટનાની જાણ થતાં જ ગાંભોઇ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને કાર્યવાહી શરૂ કરી હતી. મૃતદેહોને ગાંભોઇ સરકારી હૉસ્પિટલમાં પીએમ માટે મોકલી દેવામાં આવ્યા હતા.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola