મહિસાગરની આ પાલિકાએ કાર ખરીદી કરતા એડમિનિસ્ટ્રેટર કમિશનરે ફટકારી નોટિસ
Continues below advertisement
મહીસાગર જિલ્લામાં સંતરામપુર પાલિકા ફરી એકવાર વિવાદમાં આવી છે. સંતરામપુર પાલિકાએ પાંચ લાખની જગ્યાએ 13 લાખની કારની ખરીદી કરતા એડમિનિસ્ટ્રેટર કમિશ્નરે નોટીસ ફટકારી છે.સાથે જ ગાંધીનગરનું તેડું આપ્યું છે. સંતરામપુર નગરપાલિકાના પ્રમુખ સહિત 22 સભ્યોને નોટિસ આપી છે. કોઈપણ પ્રકારની મંજૂરી મેળવ્યા વિના વૈભવી કાર ખરીદી હોવાનો નોટિસમાં ઉલ્લેખ છે. તમામ 22 સભ્યોને ગાંધીનગર કચેરી પર જવાબ રજૂ કરવા આદેશ કરાયો છે.
Continues below advertisement