સૌરાષ્ટ્રમાં કોરોના કેસમાં ચિંતાજનક વધારે,  2 હજારથી વધુ નવા કેસ નોંધાયા, 71 નાં મૃત્યુ

સૌરાષ્ટ્ર (Saurashtra)માં કોરોનાના કેસમાં (Corona Cases) પણ સતત વધારો થઈ રહ્યો છે. સૌરાષ્ટ્રમાં ગુરૂવારે નવા બે હજાર 777 કેસ નોંધાયા.. જ્યારે સૌરાષ્ટ્રભરમાં કોરોનાથી 71 દર્દીઓના મૃત્યુ નિપજ્યા. સૌરાષ્ટ્રના જિલ્લાની વાત કરીએ તો રાજકોટ શહેરમાં નવા 607 તો ગ્રામ્યમાં નવા 29 કેસ નોંધાયા.. તો જામનગર શહેરમાં નવા 386 જ્યારે ગ્રામ્યમાં નવા 315 કેસ નોંધાયા.. ભાવનગર શહેરમાં નવા 242, તો ગ્રામ્યમાં નવા 202 કેસ નોંધાયા.. તો જૂનાગઢ શહેરમાં 163 જ્યારે ગ્રામ્યમાં નવા 130 કેસ નોંધાયા.. અમરેલી જિલ્લામાં 146, સુરેંદ્રનગર જિલ્લામાં 227, દેવભૂમિ દ્વારકામાં 47, મોરબીમાં 87, ગીર સોમનાથમાં 119, બોટાદમાં 35 અને પોરબંદર જિલ્લામાં 42 કેસ નોંધાયા.. મૃત્યુની વાત કરીએ તો રાજકોટ જિલ્લામાં સૌથી વધુ 21 દર્દીના કોરોનાથી મૃત્યુ નિપજ્યા.. તો જામનગર જિલ્લામાં 18, ભાવનગર જિલ્લામાં છ, સુરેંદ્રનગર જિલ્લામાં આઠ, મોરબી જિલ્લામાં ચાર, જૂનાગઢ જિલ્લામાં સાત, દેવભૂમિ દ્વારકામાં ચાર, બોટાદમાં એક અને ગીર સોમનાથમાં બે દર્દીઓના મૃત્યુ નિપજ્યા.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola